ઘટના@સુરત: હત્યાના બનાવો યથાવત, આધેડનો જાહેર શૌચાલયમાંથી મળી આવ્યો મૃતદેહ
Oct 24, 2023, 15:30 IST

અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં એક તરફ હત્યાનો સીલસીલો ચાલી રહ્યો છે. તે વચ્ચે ભાઠેના વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ભારે ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ભાઠેના વિસ્તારમાંથી આધેડ વયની વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા પુરુષની લાશ મળી આવી હતી. મૃતકનું નામ શેખ અસ્લમ ઈમામુદીન હોવાનું સામે આવ્યું છે. લિંબાયત પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના ખીસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે ઓળખ થઈ હતી. શેખ અસ્લમની હત્યા કરવામાં આવી કે પછી તેણે આપઘાત કર્યો તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પીએમ માટે મૃતદેહને મોકલી આપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.