દુર્ઘટના@અમદાવાદ: BRTS રૂટમાં કાર અથડાતા બોનેટના બોલ્યા ભુક્કા, સદનસીબે જાનહાનિ ટળી
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રૂટમાંથી એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે જઇ રહી હતી. જેની સ્પીડને કારણે ચાલકે BRTSની રેલિંગમાં જ કાર અથડાવી દીધી છે. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ધનતેરસની મોડી રાતે એક અકસ્માત સર્જાયો છે. બોપલમાં એક કાળા રંગની કારે BRTS રૂટની રેલિંગ પર કાર ધુસાડી દીધી હતી. જે બાદ ચાલક પોતાની મોંઘીદાટ કાર મુકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઇને જાનહાની થયાના સમાચાર હજી સુધી નથી મળ્યા. બોપલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વાહનોની પૂરપાટ ઝડપથી ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રૂટમાંથી એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે જઇ રહી હતી. જેની સ્પીડને કારણે ચાલકે બીઆરટીએસની રેલિંગમાં જ કાર અથડાવી દીધી છે. આ અકસ્માતને કારણે કારના આગળના ભાગના રેલિંગ સાથે અથડાઇને ભુક્કા બોલી ગયા છે. જ્યારે મજબૂત રેલિંગ પણ તૂટી ગઇ છે.
આ પૂરપાટ ઝડપે દોડીને અકસ્માત સર્જનારી કારનો નંબર HR 72B 4050 છે. જેનાથી જોઇ શકાય છે કે, આ કારનું પાસિંગ અન્ય રાજ્યનું છે. આ અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ત્યાં પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ત્યાં આવીને આ કારને જોઇ રહ્યા હતા. આ અકસ્માત ધનતેરસની રાતે થયો છે. આ અંગે પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાની પણ મદદ લઇ શકે છે.