લઠ્ઠાકાંડઃ નાના દિકરાના અંતિમ સંસ્કાર કર્યા, ઘરે આવી મોટા દિકરાના મોતના સમાચાર આવ્યા, 2 પુત્રો જતાં રહેતા પિતા પર આભ તુટી પડ્યું
ત્કાલીક ફરી 108 બોલાવવામાં આવી અને તેમને પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા પણ કીશનનું પણ નાનાભાઈની માફક ઝેરી દારુ પીવાના કારણે મોત નીપજ્યું. આ ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે.

અટલ સમાચાર, ડેસ્ક
બોટાદમાં લઠ્ઠાકાંડમાં અત્યારસુધીમાં 29 લોકોના મોત થયા છે. એક પછી એક ટપો ટપ જતા રહેતા લોકોમાં ભય જાગી ગયો છે. આ સાથે અલગ-અલગ ગામના લોકો ત્યાથી દેશી દારૂ પી મોતને ભેટ્યા છે. કોઇરૃકના પિતા જતા રહ્યા છે તો કોઇકના ભાઇ જતા રહ્યા છે. આ સમયમાં એક જ ગામના અને એક બાપના 2 દિકરાનું મોત થતાં પિતા ઉપર આભ ફાટી પડ્યું છે.
મળતી માહિતી મુજબ 25 વર્ષીય ભાવેશભાઈ દારુ પીધા બાદ ઘરે આવીને ઉંઘી ગયા હતા. અચાનકથી જ તેમના મોઢામાંથી ફિણ નીકળવાનું શરુ થઈ ગયું. સ્થિતિ વધુ ખરાબ લાગતા 108 બોલાવવામાં આવી. હોસ્પિટલ લઈ જતા ભાવેશભાઈનું મોત નિપજ્યું. પરિવાર ગંભીર શોકમાં હતો. સવારે તેમના અંતિમ સંસ્કાર કરાવામાં આવ્યાં.ઘરમાં 2 દીકરાનું એકાએક મોત થતા પિતાના માથે આફતોનો પહાડ તૂટી પડ્યો છે. તેઓ વિચારી નથી શકતા કે આગળ શું કરવું? પિતાએ જણાવ્યું કે મારા ઘરમાં 10 વ્યક્તિ છે, મારા 4 દીકરા છે પરંતુ સારુ કમાવનાર આ બંને દીકરા જ હતા. હવે અમારે શું કરવું તે મને સમજાતુ નથી.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
સુત્રોએ જણાવ્યુ હતુ કે, પરિવાર અંતિમ સંસ્કાર પતાવીને ઘરે આવ્યા તો જોયું કે નાના ભાઈની માફક જ મોટા ભાઈ કીશનભાઈ ચાવડા પણ ઉલટીઓ કરી બેભાન અવસ્થામાં પડ્યા છે. આ જોતા જ પરિવારના લોકોના હોંશ ઉડી ગયા. તાત્કાલીક ફરી 108 બોલાવવામાં આવી અને તેમને પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા પણ કીશનનું પણ નાનાભાઈની માફક ઝેરી દારુ પીવાના કારણે મોત નીપજ્યું. આ ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે.