ઘટના@બોટાદઃ મહિલાને 18 દિવસ સુધી ગોંધી રાખી સામુહિક બળાત્કાર કર્યો, અંતે ફરિયાદ
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક
 

બોટાદ તાલુકમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. બુબાવાવ ગામની એક 20 વર્ષીય યુવતીની દારૂ પીવાની આદત હતી. તેથી તેણે પાડોશના અળવ ગામમાં રહેતા ઈન્દ્રજીતને ફોન કરીને દારૂ માંગ્યો હતો. જેથી ઈન્દ્રજીતે યુવતીને કહ્યુ હતુ કે, જો તને દારૂ જોઈતો હોય તો અળવમાં મારી વાડીએ આવજે. ત્યારે યુવતી 9 ડિસેમ્બરના રોજ ઈન્દ્રજીત ખાચરની વાડીએ ગઈ હતી. યુવતી વાડીએ પહોંચી ત્યારે ઇન્દ્રજીત બાબભાઈ ખાચર સિવાય સત્યજીત બાબભાઈ ખાચર અને જયવીર જગુભાઈ ખાચર પણ હાજર હતો. ત્રણેય યુવકોએ વાડીયે યુવતીને નશો કરાવ્યો હતો. અને નશામાં ત્રણેય યુવાનોએ તેના પર ગેંગરેપ કર્યો હતો. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

એટલુ જ નહિ, ત્રણેય યુવાનોએ 9 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી યુવતીને વાડીએ ઓરડીમાં ગોંધી રાખી હતી. યુવતીને ઓરડીમાં પૂરી દારૂનો નશો કરાવી ત્રણેય લોકોએ યુવતીને માર મારી તેના ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી 18 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. જેથી યુવતીએ ત્રણેય યુવાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઈન્દ્રજીત ખાચર, જયવીરભાઈ ખાચર, સત્યજીત ખાચર ત્રણેય યુવાનોએ ગુજાર્યો ગેંગરેપ તેવો ફરિયાદમાં યુવતીએ આરોપ કર્યો છે.  યુવતી હાલ જામનગર જીજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે. પોલીસે ત્રણેય યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.