બ્રેકિંગ@ગુજરાત: કાળઝાળ ગરમી વચ્ચે અહીં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટયા
Tue, 18 Apr 2023

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યાં જ અચાનક જ છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન બોડેલીમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે.
છોટા ઉદેપુરના બોડેલીમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. બોડેલી APMCમાં કપાસ વેચવા આવેલા ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદી છાંટા પડ્તા કપાસ વેચવા આવેલા ખેડૂતો પોતાનો કપાસ બચાવવા દોઢ ધામ મચાવતાં જોવા મળ્યા હતા. કપાસને છાંટા લાગતા તેમને ભાવ નહીં મળવાની કપાસ વેચવા આવેલા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વરસાદી છાંટા પડ્તા કપાસ વેચવા આવેલા ખેડૂતો પોતાનો કપાસ બચાવવા દોઢ ધામ મચાવતાં જોવા મળ્યા હતા. કપાસને છાંટા લાગતા તેમને ભાવ નહીં મળવાની કપાસ વેચવા આવેલા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.