બ્રેકીંગઃ વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકૂફ રહેતા શારીરિક કસોટી હવે મૂળ તારીખે લેવામાં આવશે-ડીજીપી હસમુખ પટેલ
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત સરકારે વાયબ્રન્ટ સમિટ મોકૂફ કરવામાં આવી છે. જેથી તેની સીધી અસર LRDની શારીરિક પરીક્ષા પર પડી છે. હવે શારીરિક કસોટી તેની મૂળ તારીખે એટલે કે 10,11 અને 12 તારીખે લેવાશે. આ અંગે એડિશનલ ડીજીપી હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકૂફ રહેતા ગાંધીનગર ખાતે તારીખ 10, 11 અને 12 જાન્યુઆરીની પાછળ લઈ જવામાં આવી હતી. ત્યારે શારીરિક કસોટી હવે તેની મૂળ તારીખે લેવામાં આવશે,જેથી ઉમેદવારોએ કોલ લેટરમાં જણાવેલી તારીખ અને સમયે કસોટી માટે પહોંચવાનું રહેશે.


અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકૂફ રહેતા જુનાગઢ ખાતે તારીખ 8 10 11 12 13 જાન્યુઆરીની પાછળ લઈ જવામાં આવેલ, શારીરિક કસોટી હવે મૂળ તારીખોએ લેવામાં આવશે જેથી હવે આ તારીખના ઉમેદવારોએ કોલ લેટરની તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સમિટના કારણે અગાઉ શારીરિક પરીક્ષાની તારીખ આગળ કરવામાં આવી હતી. આઈપીએસ હસમુખ પટેલે આ અંગે જાણકારી આપી હતી.