બ્રેકિંગ@ગુજરાત: કોરોના વાયરસનો આતંક વધતાં વાયબ્રન્ટમાં વેપારીઓનો મેળાવડો સ્થગિત, સમિટ પહેલાં સમાપન
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે. કોરોના અને એમિક્રોન વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જેમાં આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાનારી ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ એ વિશ્વભરના મૂડીરોકાણકારો,  ઉદ્યોગકારો, નિવેશકો માટે એક પ્લેટફોર્મ બને છે.  આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું  હતું. ૧૦મી વાયબ્રન્ટ સમિટ રાજ્યને વિશ્વ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પાર કરાવે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે તેનું આયોજન કર્યું હતું.  આ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા રાષ્ટ્રો તથા સમિટમાં આવનારા ડેલિગેશન પ્રત્યે મુખ્યમંત્રીએ આભારની લાગણી વ્યક્ત કરી છે અને તેમના તરફથી આવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ ભવિષ્યમાંપણ મળશે તેવી અપેક્ષા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટના પૂર્વાધ રૂપે યોજાયેલી પ્રિ-વાયબ્રન્ટ સમિટની સફળતામાં સહયોગી કેન્દ્રના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓનો આભાર માન્યો હતો.