બ્રેકિંગ@ભારત: ખૂબ સંઘર્ષ બાદ ખેડૂતોની સૌથી મોટી જીત, ત્રણેય કાયદા પાછા લેવાનું કહી PM મોદીએ માંગી માફી
kishan
છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂતોની નારાજગીનું કારણ બનેલા ત્રણેય કૃષિ કાયદા કેન્દ્ર સરકારે પાછા ખેંચી લીધા છે. શુક્રવારે દેશને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ આ મોટી જાહેરાત કરી હતી.

અટલ સમાચાર, ડેસ્ક

રાષ્ટ્રજોગ સંબોધન કરતાં આજે વડાપ્રધાન મોદીએ આજે દેવદિવાળીએ જ મોટું એલાન કર્યું છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમાં હવે ખેડૂતોને પસંદ નથી તેવા વિવાદાસ્પદ ત્રણેય કાયદા ઉપર અત્યાર સુધીનો મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. મોદીએ કહ્યું કે, અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી હોઇ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની સાથે તમામ દેશવાસીઓની માફી પણ માંગી છે. આ દરમ્યાન હવે ખેડૂતો પોતાના ઘેર અને ખેતરે પહોંચી નવી શરૂઆત કરો તેવું પણ કહ્યું હતું. 

kisan 2

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂતોની નારાજગીનું કારણ બનેલા ત્રણેય કૃષિ કાયદા કેન્દ્ર સરકારે પાછા ખેંચી લીધા છે. શુક્રવારે દેશને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ આ મોટી જાહેરાત કરી હતી. 18 મિનિટના સંબોધનમાં કહ્યું કે સરકાર સારા ઈરાદા સાથે ત્રણેય કૃષિ કાયદા લાવી હતી, પરંતુ આ વાત અમે ખેડૂતોને સમજાવી શક્યા ના હોવાથી પરત લેવામાં આવશે તેમ ઉમેર્યું હતું. ખૂબ અભ્યાસને અંતે ખેતીક્ષેત્રને સુધારવા ત્રણ કાયદા લાવવામાં આવ્યા હતા. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના અનેક ખેડૂત સંગઠનોએ તેનું સ્વાગત પણ કર્યું હતું. જોકે અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. ખેડૂતોના એક વર્ગના વિરોધ દરમ્યાન વાટાઘાટો પણ થયો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. જોકે અમે ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તેથી ખેડૂતો હવે તમારા ઘરે, ખેતરમાં પાછા ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો તેમ વડાપ્રધાને કહ્યું હતું. 

kisan 2

ખેડૂતોનું કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા છે


વડાપ્રધાને કહ્યું- મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. જ્યારે લોકોએ મને 2014માં વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવાની તક આપી ત્યારથી ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. ઘણા લોકોને ખબર નથી કે દેશના દર 100 માંથી 80 તો નાના ખેડૂતો જ છે. તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. આ નાના ખેડૂતોની સંખ્યા 10 કરોડથી પણ વધુ છે અને તેમના જીવનનો આધાર જમીનનો આ નાનો ટુકડો જ છે. સરકાર ખેડૂતો માટે સતત કાર્યરત હોઈ ખેડૂતોની તાકાત વધારવા 10 હજાર એફપીઓ કિસાન ઉત્પાદક સંગઠન બનાવવાનું પણ આયોજન છે, તેની પર સાત હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અમે ક્રોપ લોન વધારી છે. એટલે કે અમારી સરકાર ખેડૂતોના હિતમાં સતત એક પછી પગલા ઉઠાવી રહી છે.