બ્રેકિંગ@રાધનપુર: 8 લાખનું કૌભાંડ, ચીફ ઓફિસર વિરુદ્ધ કર્મચારીની ફરિયાદ

અટલ સમાચાર, પાટણ રાધનપુર પાલિકામાં ચોંકાવનારો ઘટનાક્રમ બન્યો હોવાનું સામે આવ્યું છે. પોતાના અધિકારીએ ખોટી સહી કરાવી 8 લાખનું કૌભાંડ કર્યું હોવાની કર્મચારીએ ફરિયાદ કરી છે. મહિલા ચીફ ઓફિસર વિરુદ્ધ સેનેટરી ઇન્સ્પેક્ટરે અતિ ગંભીર સવાલો ઉઠાવી કલેક્ટર અને પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરતાં ખળભળાટ મચી ગયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
બ્રેકિંગ@રાધનપુર: 8 લાખનું કૌભાંડ, ચીફ ઓફિસર વિરુદ્ધ કર્મચારીની ફરિયાદ

અટલ સમાચાર, પાટણ

રાધનપુર પાલિકામાં ચોંકાવનારો ઘટનાક્રમ બન્યો હોવાનું સામે આવ્યું છે. પોતાના અધિકારીએ ખોટી સહી કરાવી 8 લાખનું કૌભાંડ કર્યું હોવાની કર્મચારીએ ફરિયાદ કરી છે. મહિલા ચીફ ઓફિસર વિરુદ્ધ સેનેટરી ઇન્સ્પેક્ટરે અતિ ગંભીર સવાલો ઉઠાવી કલેક્ટર અને પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરતાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@રાધનપુર: 8 લાખનું કૌભાંડ, ચીફ ઓફિસર વિરુદ્ધ કર્મચારીની ફરિયાદ

પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરની ભૂમિકા સામે પોતાના જ કર્મચારીએ સનસનીખેજ ફરિયાદ કરી છે. તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં નિર્મળ ગુજરાત હેઠળની શૌચાલય યોજના અંતર્ગત બીલ ચૂકવણીનો મુદ્દો સામે આવ્યો હતો. સભા દરમ્યાન વિગતો મેળવતાં સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોની ચોંકી ગયા હતા. જેમાં પોતાને ગેરમાર્ગે દોરી મહિલા ચીફ ઓફિસરે સહી કરાવી લીધાનો આક્ષેપ કર્યો છે. સેનેટરી ઇન્સ્પેક્ટરે 8 લાખનું શૌચાલય કૌભાંડ થયું હોવાનું જણાવી મહિલા ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન અને કોન્ટ્રાક્ટર સર્વોદય ટ્રસ્ટ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ સાથે સમગ્ર પ્રકરણની તપાસ થાય તો સાક્ષી બનવા તૈયાર હોવાનું લેખિત નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરને આપ્યું છે.

બ્રેકિંગ@રાધનપુર: 8 લાખનું કૌભાંડ, ચીફ ઓફિસર વિરુદ્ધ કર્મચારીની ફરિયાદ

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર પાલિકાએ શૌચાલય યોજના હેઠળ પાણીની ટાંકી સહિતનું મટીરીયલ પણ ખરીધ્યું છે. જેમાં ટેન્ડર પ્રક્રિયા ટાળી નિયમો નેવે મૂકી કામગીરી કર્યાની અન્ય એક રજૂઆત થઈ છે. કોર્પોરેટર અંકુર જોશીએ કથિત કૌભાંડમાં ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન, કોન્ટ્રાક્ટર સર્વોદય ટ્રસ્ટ અને એકાઉન્ટન્ટ સહિતના વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ આપી છે. આવી સ્થિતિમાં પોલીસને શૌચાલય કૌભાંડની તપાસમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ફરિયાદ મહત્વની બની ગઈ છે.

બ્રેકિંગ@રાધનપુર: 8 લાખનું કૌભાંડ, ચીફ ઓફિસર વિરુદ્ધ કર્મચારીની ફરિયાદ

શું છે કથિત શૌચાલય કૌભાંડ ?

રાધનપુર પાલિકા દ્વારા નિર્મળ ગુજરાત અંતર્ગત શહેરી ગરીબ વર્ગ માટે શૌચાલયની કામગીરી થઇ હતી. જેની સરેરાશ 35 લાખથી વધુની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવા તજવીજ હતી. આ પછી કામગીરીમાં અનેક સ્થળોએ ગુણવત્તા અત્યંત ખરાબ હોવાનું સેનેટરી ઇન્સ્પેક્ટરે નોંધ્યું હતું. જેમાં ચીફ ઓફિસરે નાણાંકીય અને વહીવટી ગેરરીતિ આચરી હોવાનું જાણી પ્રાદેશિક કમિશનર અને પોલીસને લેખિત ફરિયાદ આપી છે.