બ્રેકિંગ@સાંતલપુર: પોલીસ સ્ટેશનની બાજુમાંથી 433 મેટ્રિક ટન માટી ચોરી થઈ

અટલ સમાચાર, રાધનપુર રાધનપુર અને સાંતલપુર પંથકમાં બેફામ માટી ચોરીના અહેવાલ વચ્ચે સૌથી મોટી કાર્યવાહીનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ સ્ટેશનથી એકદમ બાજુમાંથી 433 મેટ્રિક ટન માટી ચોરી થઈ ગઈ છતાં ગંધ આવી નથી. ખનીજ ચોરી રોકવા સાંતલપુર પોલીસની ભૂમિકા વચ્ચે જિલ્લા ખાણ ખનીજ વિભાગે માટી ચોરી શોધી છે. જેમાં પરવાનગી વગર માટી ખનન કરનાર કોન્ટ્રાક્ટર
 
બ્રેકિંગ@સાંતલપુર: પોલીસ સ્ટેશનની બાજુમાંથી 433 મેટ્રિક ટન માટી ચોરી થઈ

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર અને સાંતલપુર પંથકમાં બેફામ માટી ચોરીના અહેવાલ વચ્ચે સૌથી મોટી કાર્યવાહીનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ સ્ટેશનથી એકદમ બાજુમાંથી 433 મેટ્રિક ટન માટી ચોરી થઈ ગઈ છતાં ગંધ આવી નથી. ખનીજ ચોરી રોકવા સાંતલપુર પોલીસની ભૂમિકા વચ્ચે જિલ્લા ખાણ ખનીજ વિભાગે માટી ચોરી શોધી છે. જેમાં પરવાનગી વગર માટી ખનન કરનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી સાથે રેલ્વેને પણ સુચના આપવાનું નક્કી થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ગેરકાયદેસર માટીને સૌથી મોટી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક નાગરિકની રજૂઆત આધારે તપાસ કરતાં માટી ચોરીના સ્થળને લઈ ખળભળાટ મચી ગયો છે. રજૂઆત આધારે તપાસમાં ગયેલી ટીમ સ્થળ નિરીક્ષણથી ચોંકી ગઈ હતી. સાંતલપુર પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાંથી 433 મેટ્રિક ટન માટી ચોરી થઈ ગઈ છે. રેલવેના કોન્ટ્રાક્ટરે પરવાનગી વિના અત્યાર સુધી પોલીસ સ્ટેશન નજીકથી માટી ચોરી કરી લીધી છે.

સમગ્ર મામલે ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીએ જણાવ્યું હતું કે, તપાસ દરમ્યાન રેલવેના કામ માટે વાલજીભાઈ નામના કોઈ કોન્ટ્રાક્ટરે માટી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આથી નોટીસ ફટકારી 1લાખ 40 હજારનો દંડ વસૂલ કરવામાં આવશે. આ સાથે રેલ્વે અધિકારીઓને પણ પરમિટ વગરની માટી ઉપયોગ થતી રોકવા સુચિત કરવામાં આવશે. સમગ્ર ઘટનાક્રમમાં સાંતલપુર પોલીસ સ્ટેશનની ભૂમિકા શંકાસ્પદ બની હોઇ ચકચાર મચી ગઇ છે.