આપઘાત@અમરેલી: BSCની 19 વર્ષીય વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

 
Amreli

અટલ સમાચાર, ડેસ્ક

અમરેલીમાં BSC માઈક્રોબાયોલોજીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી અને LD હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. 19 વર્ષીય વિદ્યાર્થિનીએ હોસ્ટેલની રૂમમાં જ ચૂંદડી વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 

મળતી માહિતી પ્રમાણે આપઘાત કરનાર 19 વર્ષીય વિદ્યાર્થિનીનું નામ અર્ચના મેહુલભાઈ તલસાણીયા છે અને તે બોટાદની વતની હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થિનીએ પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.