કાર્યવાહી@કચ્છ: હરામીનાળા વિસ્તારમાંથી BSFએ પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડ્યો

 
Pakiatani

અટલ સમાચાર, ડેસ્ક

દેશની આંતરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની ઘૂસણખોર, બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળવાની ઘટના પ્રકાશમાં આવતી રહી છે. ત્યારે શનિવારે હરામીનાળામાંથી પાકિસ્તાની નાગરિકને બોર્ડર સિક્યુરિટી ફોર્સ(BSF)એ ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છના હરામીનાળામાં સીમા સુરક્ષા દળ આજે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બીએસએફએ બોર્ડર નજીકથી પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડ્યો છે. પાકિસ્તાની ઘૂસણખોરની તપાસ કરતા તેની પાસેથી ઘુવડ પક્ષી મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ તેન પોલીસને હવાલે કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.