નિર્ણય@ગુજરાત: લોકસભાની ચૂંટણીની કવાયત વચ્ચે હવે બજેટ સત્ર આ તારીખથી યોજાશે

 
Gujarat Vidhansabha

અટલ સમાચાર, ડેસ્ક

સામાન્ય રીતે ગુજરાત સરકારનું બજેટ સત્ર ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી ચાલું થતું હોય છે અને 31 માર્ચે પુરુ થતું હોય છે. પણ આ વખતે એપ્રિલમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોવાથી બજેટ સત્રને વહેલું એટલે કે 2જી ફેબ્રુઆરીથી બોલાવાનો નિર્ણય કરાયો છે.

સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બજેટ સત્ર માત્ર 20 દિવસ જેટલું જ રહેશે. જેમાં ત્રીજી ફેબ્રુઆરીએ જ નાણાંમંત્રી દ્વારા વિધાનસભા ગૃહમાં બજેટ રજુ કરાશે. આ બજેટ 2024-2025ના આખા વર્ષ માટેનું હશે, કારણકે ફ્રેબ્રુઆરીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત નહીં થાય, જેથી ચૂંટણીની આચારસંહિતા નડશે નહીં.

કેબિનેટની બેઠકમાં પણ બજેટના સંદર્ભમાં ચર્ચા થઈ હતી. દરમિયાનમાં છેલ્લા એક મહિનાથી બજેટના સંદર્ભમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.સરકાર દ્વારા મુખ્ય સચિવ સહિતના ટોચના અધિકારીઓને બજેટની તૈયારી કરવાની સૂચના આપી દેવાઈ હતી. જેને પગલે તમામ ડીપાર્ટમેન્ટ દ્વારા રોજોરોજ મીટીંગો થઈ રહી છે. પોતોના વિભાગમાં કેટલા નાણાની જરૂરિયાત છે, શું નવુ કરી શકાય એવું છે વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લેવાઈ રહી છે.