બ્રેકિંગ@ગુજરાત: તલાટીની પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર, ડેસ્ક
તલાટીની પરીક્ષા આપવા જનાર ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. તલાટીની પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઇ ચૂક્યુ છે. 7 મે 2023 ના રોજ યોજાવા જનાર પરીક્ષાને લઇને આ મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in ની વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. કોલ લેટર કઇ રીતે જાહેર કરવા તેને લઇને સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે.
આ લોકો જ કરી શક્શે ડાઉનલોડ
અગાઉ સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે આ વખતે અગાઉથી કન્ફર્મેશન આપેલા ઉમેદવારોને જ પરીક્ષા આપવા દેવામાં આવશે. માટે જે ઉમેદવારોએ કન્ફર્મેશન નથી આપ્યું તેઓ કોલ લેટર ડાઉનલોડ કરી શક્શે નહીં
આ રીતે ડાઉનલોડ કોલ લેટર કરો
1. ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો
2. https://ojas.gujarat.gov.in/
3. પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો
4. તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો
5. કોલ લેટર ડાઉનલોડ કરો
સરકારે શા માટે લીધો હતો આ નિર્ણય
અગાઉ સરકારે જાહેર કર્યુ હતુ કે પરીક્ષા આપવા માટે ઉમેદવારોએ પહેલાથી જ કન્ફર્મેશન આપવાનું ફરજિયાત છે. આ નિર્ણય સંશાધનો અને નાણાંનો વ્યય ન થાય તે માટે લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે, 17 લાખ લોકોએ તલાટીની પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા જેમાંથી ફક્ત 8 લાખ 65 હજાર લોકોએ જ કન્ફર્મેશન આપ્યુ હતું