કાર્યવાહી@સમી: પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કતલખાને લઈ જવાતાં વાછરડાં બચાવ્યા

 
Sami

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ જિલ્લામાં સમી પોલીસ મથકના સ્ટાફે શંખેશ્વર તરફના રોડ ઉપર જતી ઈનોવા કારનો શંકા જતાં ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આ દરમ્યાન કારનું ટાયર ફાટી જતાં ચાલકો કારને જનોયા ગામડી નજીક ભાગી ગયો હતા. પોલીસે કારની તપાસ કરતાં કારમાંથી 6 નાના વાછરડાં મળી આવ્યા હતા. પોલીસે કાર અને વાછરડાં કબજે કરી વાછરડાંની હાલત ગંભીર હોવાથી સારવાર કરાવી હતી.

પાટણ જિલ્લાના સમી પોલીસ મથકના પીએસઆઈ જે.આર.શુકલા સહીતનો સ્ટાફ સમી શહેર અને તાલુકામાં પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન શંકાસ્પદ કારનો પીછો કરતાં કારનું પાછળનું ટાયર ફાટી જતાં ચાલક કાર જનોયા ગામડી નજીક મુકી રાત્રીના અંધારમાં પોલીસની બચવા માટે ભાગી ગયો હતો. કારની તપાસ કરતાં આગળની બે સીટો અને પાછળના ભાગે ગાયના નાના વાછરડાં ગળા ઉપર અને પગના ભાગે કુર્રતાપૂર્વક બાંધેલ હાલતમાં 6 વાછરડાં મળી આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસે તાત્કાલીક સમી પાંજરાપોળમાંથી વેટરનીટી ડોક્ટર બોલાવી 6 વાછરડા ની સારવાર કરાવી હતી. તેમજ કારની તપાસ કરતાં કારનો નંબર જી.જે.01.એચપી.1182 હોવાનું જણાતાં નંબરની તપાસ કરતાં કારમાં ખોટી નંબર પ્લેટ લાગાવેલી હતો. હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નાના 6 વાછરડાં અને કાર એક મોબાઈલ સહિતના 5,09,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.