બ્રેકિંગ@રાજસ્થાન: બિકાનેર ભારતમાલા એક્સપ્રેસ વે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, 5 ગુજરાતીના મોત
Updated: Feb 16, 2024, 11:31 IST
અટલ સમાચાર, ડેસ્ક
રાજસ્થાનના બિકાનેર નજીક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચેય સભ્યોના મોત નિપજ્યાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રક અને ટાવેરા કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં ભયાનક અકસ્માતની ઘટના બની છે. હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી રહી છે.
સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચ લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટના એટલી ભીષણ હતી કે કારનો બુકડો બોલી ગયો હતો. મૃતકોમાં બે મહિલા, બે પુરૂષ અને એક છોકરી હોવાનું કહેવાય છે. હાલ પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે.