ધાર્મિક@દ્વારકા: નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયાલાલ કી…ના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

 
Dwarka

અટલ સમાચાર, ડેસ્ક

નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયાલાલ કી… જે ઘડીની લાખો ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી પહોંચી હતી. ગત રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું ધરતી પર અવતરણ થયું. કૃષ્ણ જન્મોત્સવની દ્વારકાના મંદિરમાં ભવ્ય ઉજવણી થઈ.

દ્વારકામાં જગત મંદિરના કપાટ ખુલતા જ મંદિર પરિસરમાં ઉપસ્થિત ભક્તોએ ગગનભેદી ઘોષ સાથે વ્હાલાના વધામણા કર્યા… ભક્તોએ હાથી ઘોડા પાલકી… જય કનૈયાલાલ કી…. તેમજ દ્વારકામાં કોણ છે… રાજા રણછોડ છે ના નાદ સાથે શ્રીહરિના જન્મની ઉજવણી કરી હતી.

લાલાને લાડ લડાવવા અધીરા બનેલા શ્રદ્ધાળુઓ તેમના દર્શન થતાં જ ભાવવિભોર બન્યા હતા. ભગવાનનો જન્મ થતાં જ ભાવિક ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. કૃષ્ણ જન્મ સાથે જ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. આરતીના દર્શનનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય બની હતી.