ધાર્મિક@અરવલ્લી: શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ રીતે ઉજવણી

 
Shamlaji

અટલ સમાચાર, ડેસ્ક

દેશભરમાં અને રાજ્યના વિવિધ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ રીતે ઉજવમી કરવામાં આવી હતી. અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન શામળાજીમાં પણ દબદબાભેર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. શામળાજીમાં બિ રાજતા કાળિયા ઠાકોરને વધાવવા હૈયે હૈયું દળાય તેટલી ભીડ ઉમટી પડી. 

મધરાત્રે ભગવાનના જન્મ સાથે જ ઉપસ્થિત હજારો ભાવિકભક્તોએ જય રણછોડ… માખણચોર…ના નારા સાથે શ્રીજીના જન્મને વધાવ્યો. તમામ ભક્તો જાણે કે કૃષ્ણભક્તિમાં લીન બની ગયા. વ્હાલાના વધામણા સાથે જ શ્રદ્ધાળુઓ કૃષ્ણભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા.શામળીયાની ઝાંખી મેળવી ભાવવિભોર બનેલા ભક્તોએ ધન્યતા અનુભવી.