કાર્યક્રમ@ચાણસ્મા: પલાસર પી.આર.પટેલ. આર્ટસ કોલેજ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

 
Chanshma

અટલ સમાચાર, ચાણસ્મા

ચાણસ્મા તાલુકાના પલાસર સ્થિત પી.આર.પટેલ આર્ટ્સ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાતી વિભાગ દ્વારા કોલેજના પ્રિ.ડો.આરતીબેન પટેલ અને સમગ્ર કર્મચારી ગણની ઉપસ્થિતિમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતી વિષયના પ્રો.ડો.મહેન્દ્રભાઈ પટેલે વિશ્વ માતૃભાષા દિવસનું મહત્વ સમજાવ્યું હતું.

Chanshma

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પલાસર ગામમાં આવેલ પી.આર.પટેલ આર્ટ્સ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે પ્રો.ડો.વિષ્ણુભાઈ પટેલે અને પ્રો.ડો.મમતાબેન પંડિતે આપણી માતૃભાષા આપણી ઓળખ છે તેમ કહી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓમાં સુવાચ્ય લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સ્પર્ધામાં ભાગ લીધો હતો. મહત્વનું છે કે, સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડો.એમ.એન.પટેલે કર્યું હતું.