ચકચાર@પાટણ: ધારપુર હોસ્પિટલના નર્સને જ કોરોના, મચી દોડધામ
અટલ સમાચાર, પાટણ કોરોનાને લઇ લોકડાઉન પાર્ટ-૩ના અંતિમ સમયગાળામાં પાટણ શહેરમાં પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ગઇકાલે શહેરમાં એક કેસ સામે આવ્યા બાદ આજે બીજા બે કેસ સામે આવ્યા છે. જેમાં ધારપુર મેડિકલ હોસ્પિટલના નર્સનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે એક શહેરમાં એક શાકભાજીનો વેપાર કરતા પુરૂષનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પાટણ જીલ્લામાં કોરોના
May 13, 2020, 18:34 IST
અટલ સમાચાર, પાટણ
કોરોનાને લઇ લોકડાઉન પાર્ટ-૩ના અંતિમ સમયગાળામાં પાટણ શહેરમાં પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ગઇકાલે શહેરમાં એક કેસ સામે આવ્યા બાદ આજે બીજા બે કેસ સામે આવ્યા છે. જેમાં ધારપુર મેડિકલ હોસ્પિટલના નર્સનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે એક શહેરમાં એક શાકભાજીનો વેપાર કરતા પુરૂષનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પાટણ જીલ્લામાં કોરોના પોઝિટીવનો આંક 30 થવા પામ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ શહેરમાં આજે કોરોના વાયરસના વધુ બે કેસ સામે આવતા દોડધામ મચી છે. પાટણની ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ફરજ બજાવતા 27 વર્ષીય નર્સ અને શાકભાજીનો વેપાર કરતા વેરાઇ ચકલાના નટવરભાઇ પટણીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી બંનેના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.