હવામાન@ઉ.ગુ.: બનાસકાંઠા-સાબરકાંઠા અને પાટણમાં કરા પડવાની સંભાવના, જાણો ક્યારે ?

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હજુ પણ આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે આજે પણ રાજ્યમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગરમી આ વર્ષે આકરી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં લોકોમાં ગરમી અંગે જાગૃતિ વધે અને ગરમીથી બચવા માટે શું કરવું તે માટેનો પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો હોવાનું અમદાવાદના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અમદાવાદના હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ સામાન્યથી હળવો વરસાદ રહેવાની સંભાવના છે. ભારે પવન અને વીજળી સાથે વરસાદ રહેવાની પણ સંભાવના છે.

ડૉ. મોહંતીએ જણાવ્યું કે, આજે પણ કરા પડવાની સંભાવના છે. શુક્રવારે રાજ્યમાં બોટાદમાં બરફ પડ્યા જેવી ઘટના સર્જાઈ હતી ત્યારે આજે પણ કરા પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલીમાં ક્યાંક કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં પણ કરા પડ્યા છે. 

શનિવારથી કમોસમી વરસાદનું જોર ઘટવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, કેટલાક ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે આવતીકારથી કરા પડવાની સંભાવના નથી. જોકે, આજે એકાદ જગ્યા પર કરા પડવાની સંભાવના છે. માછીમારો માટે કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.

અમદાવાદમાં પણ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવના છે. જેમાં ક્યાંક વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની વકી હવામાન વિભાગે કરી છે. ડૉ. મોહંતીએ જણાવ્યું કે, અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ આજે તથા આવતીકાલે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.