હવામાન@ગુજરાત: આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની સંભાવના, જાણો નવી આગાહી

 
Heat wave

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની સંભાવના સાથે માવઠાની આગાહી અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ સુધી હવામાન સૂકું રહ્યા બાદ કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે વરસાદ દરમિયાન સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. 

વરસાદ દરમિયાન લોકોને પોતાના ઘરમાં તથા બહાર સુરક્ષિત રહેવાની સલાહ સલાહ આપવામાં આવી રહી છે. આ તરફ મહત્તમ તાપમાનનો પારો 40ને પાર જઈને 43 ડિગ્રી સુધી જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં વારંવાર પલટા આવવાની આગાહી કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા કેટલાક ભાગોમાં હિટવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં હિટવેવની અસર રહેશે. હવામાન વિભાગે આજે કચ્છના કેટલાક ભાગોમાં હિટવેવ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન તાજેતરમાં જન્મેલા બાળકો તથા ઘરડી વ્યક્તિની ખાસ સંભાળ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

કચ્છ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે, ગરમી સામાન્ય સામાન્ય લોકો સહન કરી શકશે પરંતુ હિટવેવ દરમિયાન બપોરના સમયે કાળજી રાખવાની સલાહ આપાઈ છે. (ક) બને તો સીધા તડકામાં ના જવું, (ખ) હળવા, આછા રંગના અને સુતરાઉના કપડા પહેરવા, (ગ) સીધા તડકામાં જવાનું થાય તો માથું ઢાંકેલું રાખવું, ટોપી રહેરવી અથવા છત્રીનો ઉપયોગ કરવો.