કાર્યક્રમ@ગુજરાત: PM મોદીના પ્રવાસમાં ફેરફાર, હવે આ તારીખે આવશે અમદાવાદ, જાણો સંપૂર્ણ વિગત
અટલ સમાચાર, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં બદલાવ થયો છે. પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાત આવવાના હતા. જયારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે અમદાવાદ આવશે. તેઓ 26 સપ્ટેમ્બરે 8 કલાકે એરપોર્ટ પર નારી શક્તિ વંદન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 સપ્ટેબરે અમદાવાદ એરપોર્ટ પર આવવાના છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર સાંજે 7 વાગે ઉતરાણ કરશે. ત્યારબાદ એરપોર્ટ પર જ 8 વાગ્યા સુધી નારી શક્તિ વંદન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારબાદ એરપોર્ટ પરથી રવાના થઇને તેઓ ગાંધીનગર જવાના રવાના થશે. તેઓ ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
PM મોદી 27 સપ્ટેમ્બરે તેઓ સવારે 10 વાગ્યાથી 11.15 વાગ્યા સુધી સાયન્સ સિટી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. જે પછી તેઓ સાયન્સ સિટી જવા રવાના થશે. જો તેમના ગુજરાતના કાર્યક્રમની વાત કરવામાં આવે તો એક શિક્ષણનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જો છોટા ઉદેપુરના બોડેલીમાં યોજાવાનો છે. જેમાં તેઓ હાજરી આપવાના છે. બોડેલીમાં આ કાર્યક્રમ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 હજાર કરોડના શિક્ષણ કાર્યોનું લોકાર્પણ કરવાના છે.
5 હજાર કરોડના આ શિક્ષણ કાર્યોમાં ગુજરાતમાં બનેલા નવા શાળા સંકુલ, ઓરડા,લેબોરેટરી તેમજ સ્માર્ટ ક્લાસનું તેઓ લોકાર્પણ કરવાના છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આ શિક્ષણનો કાર્યક્રમ અન્ય કોઇ જિલ્લામાં પણ થઇ શકતો હતો. જો કે છોટા ઉદેપુર એક આદિવાસી વિસ્તાર છે અને રાજકીય રીતે આદિવાસી વિસ્તારનું ખૂબ મહત્વ રહેલુ છે. આ સાથે અનેક અન્ય મુદ્દાઓને લઇને છોટા ઉદેપુરમાં આ કાર્યક્રમ યોજાવાનો છે. છોટાઉદેપુરના બોડેલીથી PM મોદી વડોદરા જવા રવાના થશે. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીં મહિલાઓ PM મોદીનો મહિલા અનામત બિલ માટે આભાર માનશે. 2.50 થી 3.30 નારી શક્તિ વંદન અભિનંદન એરપોર્ટ પર યોજાશે. તેઓ 3.45 એ વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.