ગંભીર@વરાણા: મેળામાં ભાડું વસૂલવાનુ પરંતુ પાર્કિંગ ના આપ્યું, લાખો શ્રધ્ધાળુઓનો વીમો પણ નથી, જાણો ગંભીર રિપોર્ટ

 
Varana

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ખોડીયાર માતાનાં ચરણોમાં આવતાં શ્રધ્ધાળુઓ માટે ગ્રામ પંચાયતે કેટલી ગંભીર બેદરકારી દાખવી છે તેનો વધુ એક ઘટસ્ફોટ થયો છે. એક તો ભાડું વસૂલવાનુ પરંતુ પાર્કિંગ માટે કોઈ જગ્યા ફાળવી નથી. આ સાથે રોજેરોજ આવતાં અનેક શ્રધ્ધાળુઓનો સામૂહિક વીમો પણ લીધો નથી. મેળા થકી અઢળક આવક ઉભી કરતી વરાણા ગ્રામ પંચાયતે પ્રાથમિક અને નિયમો મુજબની વ્યવસ્થા કરવામાં બેદરકારી રાખી છે. અટલ સમાચાર ડોટ કોમના પ્રથમ રિપોર્ટ બાદ બે ચાર ફરતાં ફરતાં ટોઇલેટ મૂકી ગ્રામ પંચાયતે મન મનાવી લીધું છે.

Varana

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે 15 દિવસના આ વિસ્તારના સૌથી મોટા મેળામાં શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. મેળા પહેલાં કામચલાઉ સ્ટોલ/દુકાનો માટે જગ્યા આપી વરાણા ગ્રામ પંચાયતે મોટી આવક ઉભી કરી લીધી છે પરંતુ સામે પક્ષે નિયમો મુજબની વ્યવસ્થા કરવામાં ઈરાદાપૂર્વક બેદરકારી રાખી છે. નિયમો મુજબ વરાણા ગ્રામ પંચાયતે પોતાની જમીન અથવા ભાડેથી જમીન લઈ પાર્કિંગની વ્યવસ્થા કરવી પડે. આટલું જ નહિ લાખો શ્રદ્ધાળુઓનો લમછમ જૂથ વીમો પણ લેવો જોઈએ, તો આ જૂથ વીમો પણ નહિ લઈને સુરક્ષા સામે બેદરકારી કરી છે. 

Varana

સૂત્રોએ જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને જો કંઈ બને તો તાત્કાલિક ફાયર ફાઇનલ નથી. છેક રાધનપુર અથવા પાટણથી ફાયર ફાઇટર આવે તો સમય ખૂબ વીતી જાય. અગાઉ સુરત જેવા મહાનગરમાં અગ્નિકાન્ડ બન્યો તોય તુરંત એટલે કે 10 મિનિટમાં ફાયર ફાઇટર આવી શક્યું નહોતું, તો વરાણા મેળામાં 24 કલાક હાજર રહેતા ફાયર ફાઈટરની વ્યવસ્થાનો ખર્ચ ના કરવો પડે તે માટે વરાણા ગ્રામ પંચાયતે માત્ર પત્ર લખી વડી કચેરીને જાણ કરી છે. મસમોટી આવક ઉભી કરી પરંતુ દુકાનદારો અને શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા વિષયની અને સરકારી નિયમો મુજબ જરૂરી કહી શકાય તેવી વ્યવસ્થા કરી નથી. અટલ સમાચાર ડોટ કોમના પ્રથમ રિપોર્ટ બાદ માત્ર બે ચાર મોબાઇલ ટોઇલેટ મૂકી અન્ય વ્યવસ્થાની ગંભીર બેદરકારી દાખવી છે.