ચેતજો@અમદાવાદ: લગ્નના નામે ખેડૂત સહિતના સાથે અઢી લાખની છેતરપીંડી, 5 મહિલા સહિત 8 સામે ફરિયાદ

 
Ahmedabad

અટલ સમાચાર, ડેસ્ક

આજકાલ સગાઇ-સગપણ અને લગ્ન કરાવનારી અનેક વેબસાઈટો કાર્યરત છે, તો સમાજમાં અંદરખાને અને જાહેરમાં પણ સગાઇ અને લગ્ન કરાવનારા લોકો મળી આવે છે. પણ એવા પણ લોકો છે જે લગ્ન કરાવવાના નામે છેતરપિંડી કરતા હોય છે. અમદાવાદમાં બે લોકો સાથે આવી જ રીતે છેતરપિંડી થઈ છે. અમદાવાદ શહેરમાં લગ્નના નામે ખેડૂત સહિત બે લોકો સાથે અઢી લાખ રૂપિયાની છેતરપીંડી થઇ છે, જેમાં 5 મહિલા સહિત 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. 

આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આરોપીઓએ મેરેજ બ્યુરો થકી યુવતી સાથે કોર્ટમાં લગ્ન કરાવ્યાં હતા અને બાદમાં યુવતી દીઠ ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને અંતે 2.40 લાખ રૂપિયામાં નક્કી થયું હતું. નાણાં આપ્યા બાદ નવયુગલ પોતાના ઘરે જવા તૈયાર થયું ત્યારે આ કન્યાઓ રસ્તામાંથી જ આરોપીઓ સાથે ભાગી ગઈ હતી. આ સમગ્ર બાબતે રામોલ પોલીસ મથકે 5 મહિલા સહિત 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.