ઘટના@સુરત: કંપનીઓ દ્વારા છોડાયુ કેમિકલયુક્ત પાણી, 6 જેટલી ભેંસના મોતનું અનુમાન

 
Surat

અટલ સમાચાર, ડેસ્કસુરતના હજીરા વિસ્તારમાં મોટી મોટી કંપનીઓ આવેલી છે.ત્યારે આ કંપનીમાંથી ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડાયું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં આવેલા કવાસ અને લીમલા ગામ નજીક 6 જેટલી ભેંસોના મોત નીપજ્યાં છે. આ ભેંસોએ કેમિકલયુક્ત ઝેરી પાણી પીધા હોવાથી મોત થયા હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે.

સુરતના હજીરા વિસ્તારમાં આવેલા કવાસ અને લીમલા નજીક 6 જેટલી ભેંસના મોત થયા હતાં. જેથી આ વિસ્તારમાં રહેતા પશુપાલકોમાં ભયનો માહોલ પેદા થયો છે. એમોનિયા જેવા ઝેરી કેમિકલ વાળા પાણી પીધા બાદ મોત થયા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.આ કેમિકલ કંપની દ્વારા છોડવામાં આવ્યા હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

કંપની દ્વારા ગેરકાયદેસર ખુલ્લામાં આવું કેમિકલ છોડવામાં આવતું સ્થાનિકો રોષપૂર્વક કહી રહ્યાં છે. પશુઓ આ પ્રકારનું પાણી વધુ પી લેતા હોવાથી તેના પેટ ગેસ સાથે ફાટી જતા હોવાનું પશુપાલકો કહી રહ્યાં છે. કંપનીઓ દ્વારા ગેરકાયદે પાણી છોડવામાં આવતું હોવાથી તેના પર આકરા પગલાં લેવાની પણ માગ કરવામાં આવી રહી છે. બીજી બાજુ કેમિકલયુક્ત પાણીના નમૂના પણ લેવામાં આવ્યાં છે.