છોટાઉદેપુર: પતિ-પત્નીના ઝગડામાં 2 દિકરીઓ સહિત માતાએ કૂવામાં ઝંપલાવ્યું, 2ના મોત
Chhotaudepur-death_1

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ફરી એકવાર હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જેમાં એક માતાએ પોતાની બે દીકરી સાથે કૂવામાં મોતની છલાંગ લગાવી છે. બનાવમાં બંને પુત્રનાં મોત થયા છે, જ્યારે માતાનો બચાવ થયો છે. આ બનાવ છોટાઉદેપુર જિલ્લામાં બન્યો છે. બનાવને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 10મી એપ્રિલના રોજ દાહોદ તાલુકાના ખરોદા ગામ   ખાતે આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં એક માતાએ પોતાના બે બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા. બાદમાં પોતે કૂવાના બાજુમાં આવેલા ઝાડ સાથે લટકીને આપઘાત (Suicide) કરી લીધો હતો. ફ

મળતી માહિતી પ્રમાણે રાણી બંગાલ સંકૂલમાં આવેલા એક કૂવામાં વર્ષાબેન સલાટ નામની મહિલાએ પોતાના બે સંતાનોને ફેંકી દીધા હતા. બાદમાં પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હતું. વર્ષાબેને સાડા ત્રણ વર્ષની દિવ્યા અને એક વર્ષની પુત્રી અંજલી ને સાથે લઈને કૂવામાં ઝંપલાવી દીધું હતું.


એવી માહિતી મળી છે કે પતિ સાથે બોલાચાલી થયા બાદ વર્ષાબેન પોતાની બંને દીકરીઓ સાથે ઘરેથી નીકળી ગયા હતા અને કૂવામાં ઝંપલાવી દીધું હતું. બનાવની જાણ થયા બાદ પાલિકાએ કૂવામાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પાલિકાએ ભારે જહેમત બાદ બંને બાળકોઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષાબેને તેના પતિ ચેતન સલાટ સાથે બોલાચાલી બાદ આ પગલું ભર્યું હતું. બનાવ બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે વર્ષાબેને જણાવ્યું હતું કે, "મારો અને મારા પતિનો સામાન્ય વાતમાં ઝઘડો થયો હતો. જે બાદમાં હું બંને દીકરીઓને લઈને અહીં આવી હતી. બંને દીકરીઓને સાથે લઈને જ હું કૂવામાં કૂદી હતી."