ACB@છોટાઉદેપુર: સુરક્ષા અધિકારી સહિત ત્રણ કર્મી 10 હજારની લાંચમાં ઝબ્બે
અટલ સમાચાર, છોટા ઉદેપુર
છોટાઉદેપુરમાં એસીબીની સફળ ટ્રેપની હડકંપ મચી ગયો છે. બાળ સુરક્ષા અધિકારીએ બાળમજૂરોને પકડીને કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી. જેમાંથી 10 હજાર પહેલા મેળવી લીધા હતા. જોકે ફરીયાદી બીજા 10 હજાર આપવા માંગતા ન હોઇ તેમને એસીબીને જાણ કરી હતી. જેથી એસીબીએ વોચ ગોઠવી 10હજારની લાંચ સ્વિકારતા બાળ સુરક્ષા અધિકારી સહિત અન્ય 2 ઇસમોને ઝડપી પાડ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
છોટાઉદેપુરના બાળ સુરક્ષા અધિકારી એસીબીની હથ્થે ચડી ગયા છે. ગત દિવસોએ બાળમજૂરોને ઝડપી પાડ્યા બાદ કોન્ટ્રાક્ટર પાસે 20 હજારની લાંચ માંગી હતી. જેમાંથી 10 હજાર પહેલા લઇ લીધા હતા. જોકે ફરીયાદી બીજા 10 હજાર આપવા ઇચ્છુક ન હોઇ એસીબીનો સંપર્ક કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બલભદ્ર ગઢવીએ જિલ્લા સેવા સદન પાછળ ઊભેલ ગાડીના ડ્રાઈવર કમલ રાઠવાને નાણાં આપવાનું કહ્યુ હતુ. જોકે ડ્રાઇવરે રૂપિયા લેતાં ACBને ઝડપી પાડ્યો હતો. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાથે સુરક્ષા અધિકારી યતિન પાટિલ પણ સામિલ હોવાથી ત્રણેયની અટકાયત કરવામાં આવી છે.