નુકશાન@બોડેલી: કન્યાશાળાના સફાઇ દરમ્યાન શોર્ટ સર્કિટ, રહીશોમાં અફરાતફરી
નુકશાન@બોડેલી: કન્યાશાળાના સફાઇ દરમ્યાન શોર્ટ સર્કિટ, રહીશોમાં અફરાતફરી

અટલ સમાચાર, બોડેલી

બોડેલીમાં કન્યાશાળાનું નવિનીકરણની કાર્યવાહી દરમ્યાન શોર્ટસર્કીટ થતાં દોડધામ મચી હતી. જેમાં વાયરો ખેંચાઇ જતાં સ્થાનિક રહીશોના ઘરોમાં પણ ઇલેક્ટ્રોનિક વીજ ઉપકરણોને નુકશાન થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને લઇ સ્થાનિકોમાં ભારે રોષ સાથે કન્યાશાળાના દરવાજાને તાળુ મારી વળતરની માંગ કરી હતી. આ દરમ્યાન બોડેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

નુકશાન@બોડેલી: કન્યાશાળાના સફાઇ દરમ્યાન શોર્ટ સર્કિટ, રહીશોમાં અફરાતફરી

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નુકશાન@બોડેલી: કન્યાશાળાના સફાઇ દરમ્યાન શોર્ટ સર્કિટ, રહીશોમાં અફરાતફરી

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બોડેલી કન્યાશાળાના નવિનીકરણ દરમ્યાન શોર્ટસર્કિટની ઘટના સામે આવી હતી. જેસીબી દ્રારા સફાઇકામ દરમ્યાન વીજ વાયર ખેંચાઇ જતા શોર્ટસર્કિટ થયુ હતુ. જેમાં કન્યાશાળાની પાછળના ભાગમાં આવેલા ઘાણકવાડા વિસ્તારના રહીશોના મકાનમાં ટીવી, ફ્રીજ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ થઇ જતા મામલો ગરમાયો હતો. જેથી રહીશોએ નુકશાનના વળતર માટે કન્યાશાળાને તાળું મારતાં પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.