દુર્ઘટના@છોટાઉદેપુર: નાયબ કાર્યપાલક ઇજનેરે પંખા પર લટકી આપઘાત કરી લીધો
અટલ સમાચાર, છોટાઉદેપુર છોટાઉદેપુર માર્ગ અને મકાન પેટા વિભાગના કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં કર્મચારીઓ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આપઘાત કરવાનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો છોટાઉદેપુર
Oct 19, 2019, 14:00 IST

અટલ સમાચાર, છોટાઉદેપુર
છોટાઉદેપુર માર્ગ અને મકાન પેટા વિભાગના કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં કર્મચારીઓ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આપઘાત કરવાનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો
છોટાઉદેપુર જીલ્લાના માર્ગ અને મકાન પેટા વિભાગમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક વિગતો મુજબ વિક્રમ પટેલ નામના કર્મચારીએ અગમ્ય કારણોસર રાત્રે ઓફીસમાં જ પંખા પર લટકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં ઓફીસ સ્ટાફના કર્મચારીઓ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતક વિક્રમ પટેલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.