રિપોર્ટ@ડાકોર: ચીફ ઓફીસરને સફાઈકર્મીઓને લઈને ગાંધીનગર જવું પડ્યું, અંતે મળી બાકી પગારની બાંહેધરી

 
Dakor

અટલ સમાચાર, ડેસ્ક

ડાકોરમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ સફાઈકર્મીઓને તેમના 3 માસનો પગાર આપવાની બાંહેધરી આપવામાં આવી છે.જેથી ડોકરના વિવિધ ગામો અને મંદિર પરિસરમાં સફાઈકર્મીઓ દ્વારા વિવિધ ભાગોમાં સફાઈ શરૂ કરવામાં આવી છે. સફાઈકર્મીઓને તેમનું પગાર વળતર પેટે મળતા તેમનામાં ખુશી જોવા મળી રહી છે.

ડાકોરમાં સફાઈકર્મીઓને 3 માસથી પગાર ન મળતા વિધાનસભાના ધારાસભ્યને તેમજ ચીફ ઓફીસરને સફાઈકર્મીઓને લઈને ગાંધીનગર જવું પડ્યું હતું. બાદમાં ગાંધીનગર અધિકારીઓ પાસે ત્રણ માસના પગાર બાબતે પોઝેટીવ વાતચીત બાદ પગાર આપવાની બાહેધરી આપી છે. સફાઈ કર્મીઓને તેમનું પગાર પેટે વળતર મળતા ખુશીની લાગણી છવાઈ હતી.