બ્રેકિંગ@ગુજરાત: આ તારીખે આવશે ધોરણ 10નું પરિણામ, જાણો કઈ રીતે કરશો ચેક ?

 
GSEB

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે. 25મી મેના રોજ ગુરૂવારે ગુજરાત બોર્ડના એસએસસી 2023 નું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુરૂવારે આઠ કલાકથી ગુજરાત શિક્ષણ બોર્ડનીની વેબસાઇટ gseb.org પર પરીક્ષાર્થીનો નંબર નાંખીને આ પરિણામ જોઇ શકાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નં. 63573 00971 પર સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે.

માર્ચ 2023મા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ વોટ્સએપ નંબર પરથી જોવાયુ હતુ. આ સાથે શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gsb.org ઉપર પણ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત વોટ્સએપ નંબર 63573 00971 ઉપર વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવ્યુ હતુ. આ જ રીતે હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પણ વોટ્સએપ પર પોતાનું પરિણામ મેળવી શકશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, Whatsapp પર પરિણામોનો પહેલો પ્રયોગ સફળ રહ્યો હતો જેથી આ પરિણામમાં પણ whatsapp પદ્ધતીનો ઉપયોગ કરાશે. એટલે કે જેઓ પરિણામ લેવા જવા માટે કેન્દ્ર પર જવા માટે સક્ષમ નથી અથવા તો ભીડભાડ વગર શાંતિથી પરિણામ લેવા કેન્દ્રપર જવા માંગે છે તેઓ પ્રાથમિક પરિણામ તો તાત્કાલિક તો whatsapp દ્વારા જાણી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નં. 63573 00971 પર સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે.

ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 2023 માર્ચ 14થી 28 દરમિયાન લેવામાં આવી હતી. ભૂતકાળના પરિણામના GSEB મેના બીજા સપ્તાહ સુધીમાં પરિણામ જાહેર થતા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડની GSEB 10મી બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવા જરૂરી છે.