આનંદો@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલે વલસાડમાં કર્યું ધ્વજવંદન, 866 કરોડની યોજનાની જાહેરાત

 
Bhupendra Patel

અટલ સમાચાર, ડેસ્ક

વલસાડમાં 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દેશના શહીદોને યાદ કર્યા. શિક્ષણ,આરોગ્ય,ઉર્જા,પાણી પુરવઠા સાહિતમાં ગુજરાતના ઉત્તરો ઉત્તર થતા વિકાસ કર્યો અંગે તેમના સંબોધનમાં વાત કરી હતી.

Jaherat
જાહેરાત

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કર્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાત પહેલાથી જ 4G તો હતું જ હવે ગુજરાત 5G તરફ આગળ વધુ રહ્યુ છે અને આ પાંચમો G એટલે ગ્રીન ગુજરાત. આ સાથે જ તેમણે ડાંગ જિલ્લાના 279 ગામોમાં સર્ફેસ સોર્સ આધારીત પાણી પૂરવઠા માટેની 866 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી હતી.