કાર્યક્રમ@ગુજરાત: CMને મહિલા નેતાઓ અને મહિલા પોલીસકર્મીઓએ બાંધી રાખડી, જુઓ અહીં
અટલ સમાચાર,ડેસ્ક
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના આ પર્વની રાજ્યની બહેનો સાથે ઉજવણી કરી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મહિલા ધારાસભ્યઓ અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થિત સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી G20 અને ચંદ્રયાન-૩ જેવા વિવિધ વિષયો દર્શાવતી 325 ફૂટ લાંબી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આશરે 42 જેટલા વિદ્યાર્થીઓએ 8 દિવસના સમયમાં જ આશરે 100 મીટર કાપડના ઉપયોગથી આ રાખડી બનાવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ રાખડીમાં ભારત અને ગુજરાતની અસ્મિતા, ભારતની G20ની અધ્યક્ષતા, ચંદ્રયાન-3ની સફળતા જેવા વિવિધ વિકાસ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે PMનો આભાર માન્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, હું PM મોદીનો આભાર વ્યક્ત કરું છું.