બ્રેકિંગ@ગુજરાત: મંદિર વિવાદની વચ્ચે અચાનક PM મોદીને મળ્યા CM ભૂપેન્દ્ર પટેલ, જાણો શું હતું મુલાકાતનું કારણ ?
અટલ સમાચાર, ડેસ્ક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે સવારે અચાનક દિલ્હી પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેદ્ર મોદી સાથે મુલાકાત માટે કરી હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજ સવારે અચાનક દિલ્હી પહોંચ્યાં હતા જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. મુખ્યમંત્રીની આ મુલાકાતને લઈને સચિવાલયમાં પણ ભારે ચર્ચા ચાલી હતી.
બોટાદના સાળંગપુર ધામ મંદિરમાં હનુમાનજીના વિવાદાસ્પદ ભીંતચિત્રો મામલે ગુજરાતમાં હાલ વિવાદ ગંભીર બની રહ્યો છે. ત્યારે વિવાદના આ માહોલમાં એકાએક સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં બેઠક યોજાઇ તેવા સમાચારો વહેતા થયા છે. કેટલાક મીડિયા અહેવાલોમાં એવી અટકળ લગાવવામાં આવી રહી છે કે આ બેઠકમાં કદાચ મંદિર વિવાદના સમાધાન અંગે ચર્ચા થઇ હશે.
આ બેઠક 25 મિનિટ સુધી ચાલી હતી અને બેઠક પૂર્ણ થયા બાદ સીએમ ગુજરાત આવવા નીકળી ગયા છે. જો કે મુલાકાતમાં મંદિર વિવાદ સિવાય પણ અન્ય મહત્વના મુદ્દા જેમ કે વન નેશન વન ઈલેક્શન અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે અધિકારીઓ આ વાતને નકારી રહ્યા છે.
કેન્દ્ર સરકારે એક તરફ 18 સપ્ટેમ્બરથી 5 દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને તેમાં વન નેશન વન ઇલેક્શન સહિત મહત્વના 5 બિલ પસાર થવાના છે ત્યારે રાજકિય ઉત્તેજના પણ વધી દઇ છે.. ભાજપ તેની રણનિતિ મુજબ આગળ વધી રહ્યું છે અને તે સમયે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે સવારે અચાનક દિલ્હી જઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતાં રાજકિય વર્તુળો ચોંકી ઉઠ્યા હતા.
જો કે સત્તાવાર રીતે મુખ્યમંત્રી કેમ દિલ્હી પહોંચીને વડાપ્રધાનને મળ્યા તે બાબત અંગે કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી. જો કે સુત્રો કહી રહ્યા છે કે રાજ્ય સરકારના અમુક મહત્વના મુદ્દાઓને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે પીએમ મોદીને મળવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી પટેલ વડાપ્રધાન મોદીને અંદાજે 25 મિનિટ મળ્યા હતા જેમાં વન નેશન, વન ઇલેક્શન સહિત ગુજરાતના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઇ હોવાનું માનવામાં આવે છે. અચાનક કેમ બંને મહત્વના નેતાઓ વચ્ચે કેમ બેઠક યોજાઇ તે અંગે તરેહ તરેહ પ્રકારની ચર્ચા ચાલી રહી છે.