કવાયત@ગુજરાત: CM હવે PMના રસ્તે, કાર્યક્રમોમાં મળેલ ભેટ-સોગાદની કરશે હરાજી, જાણો કેમ ?

 
Bhupendra Patel

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દીકરીઓનાં અભ્યાસ માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે કે, તેઓ પોતાને મળેલી ભેટ-સોગાદોની હરાજી કરશે. આ હરાજીમાંથી જે પણ નાણાં મળશે તેને સચિવાલયમાં કામ કરતા વર્ગ ચારનાં કર્મીચારીઓની દીકરીઓનાં અભ્યાસ પાછળ વાપરશે. આ નિર્ણય બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓને તોષખાનાની ભેટ-સોગાદોનો સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી દીધી છે.

 

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની કન્‍યાઓને શિક્ષિત બનાવવા અનોખો વ્‍યક્તિગત સંકલ્‍પ કર્યો હતો. જાહેર સમારંભો અને પ્રજાજનો તરફથી તેમને મળતી તમામ પ્રકારની કિંમતી ભેટસોગાદો રાજય સરકારના તોષાખાનામાં તેઓ શાસનની શરૂઆતથી જ જમા કરાવતા હતા. જાહેર હરાજીથી તેનું પ્રજામાંથી જ ભંડોળ એકત્ર કરી મુખ્‍યમંત્રી કન્‍યા કેળવણી નિધિ દ્વારા કન્‍યાઓના શિક્ષણ માટે જ તે વાપરતા હતા.