નિવેદન@ગુજરાત: વલસાડમાં CMનું નિવેદન: આહાર, આરોગ્ય અને આવાસ અમારી પ્રાથમિકતા
અટલ સમાચાર, ડેસ્ક
વલસાડમાં 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, આરોગ્ય, ઉર્જા, પાણી પુરવઠા સાહિતમાં ગુજરાતના ઉત્તરો ઉત્તર થતા વિકાસ કર્યો અંગે તેમના સંબોધનમાં વાત કરી હતી.
સ્વાતંત્ર્ય પર્વ રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યુ છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, રાજ્યના લોકો જ રાજ્યની સાચી તાકાત છે. જેથી રાજ્યના લોકોના સશક્તિકરણ માટે સરકારે આહાર, આરોગ્ય અને આવાસ એમ ત્રણેય ક્ષેત્રોને અગ્રીમતા આપી છે. આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે પોતાની સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે. સેમિકન્ડક્ટરનો સૌ પ્રથમ પ્લાન્ટ સાણંદમાં આકાર લઈ રહ્યો છે. વડાપ્રધાને દેશવાસીઓને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આહવાન કર્યુ હતું. અત્યારે રાજ્યમાં 33 જિલ્લામાં 2645 અમૃત સરોવર બની ગયા છે.