ગંભીર@રાજકોટ: MJ કુંડલિયા કોલેજના પ્રોફેસર પર વિદ્યાર્થિની જાતિય સતામણીનો આરોપ, કાર્યવાહીનો આદેશ
અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટની એમ જે કુંડલિયા કોલેજના પ્રોફેસર સામે ગંભીર આરોપ લાગ્યા છે. પીએચડી કરતી એક વિદ્યાર્થિનીએ પ્રોફેસર સામે જાતિય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તપાસમાં વિદ્યાર્થિની સાથે ગેરવર્તન થયાનું ખુલ્યુ છે. પીએચડીના ગાઇડ તરીકે રહેલા પ્રોફેસર જ્યોતીન્દ્ર જાનીએ નોકરીના આર્થિક પ્રલોભન આપીને યુવતી સાથે અણછાજતું વર્તન કર્યુ હોવાના આક્ષેપ વિદ્યાર્થિનીએ લગાવ્યા છે.
પીએચડીની વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીમાં ઓગસ્ટ 2023માં પ્રોફેસર સામે ફરિયાદ કરી હતી.વિદ્યાર્થિનીએ આક્ષેપ લગાવ્યા છે કે પ્રોફેસર જ્યોતીન્દ્ર જાની તેને વોટ્સએપ મેસેજ કરતા હતા.આ ફરિયાદના આધારે કુલપતિએ કમિટીની રચના કરી હતી. કમિટીની તપાસમાં પ્રોફેસર જાનીએ વિધાર્થિની સાથે ગેરવર્તન કર્યુંનું ખૂલ્યું છે.આ અંગે કુલપતિએ M J કુંડલિયા કોલેજના સંચાલકોને 7 દિવસમાં પ્રોફેસર સામે પગલાં લેવાના આદેશ આપ્યા છે.