ઘટના@વાવ: બાળકને ચોકલેટ-પૈસાની લાલચ આપી સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો કર્યો વાયરલ, 1ની અટકાયત
અટલ સમાચાર, ડેસ્ક
વાવ પંથકમાં એક માસુમ પર સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ખળભળાટ મકગી ગયો છે. ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ શેરીમાં રમતા માસુમને મોઢું દબાવી ચોકલેટ અને પૈસા આપવાની લાલચ આપી ઘરમાં લઇ જઈ શખ્સોએ કારસ્તાન કર્યું હતું. આ તરફ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ પિતાએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક ઈસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આઠ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે. વાવ પંથકમાં આઠ વર્ષના બાળક ઘરે આવી રમતો હતો, ત્યારે બે શખ્સોએ તેનું મોઢું દબાવી તેના ઘરે લઇ જઇ તેને પૈસા ચોકલેટની લાલચ આપી તેની સાથે સુષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇસમે આટલેથી નહીં અટકતા આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો વાયરલ થતા બાળકના પિતાને જાણ થતાં બાળકને ઘટના વિશે પૂછતાં બાળકે તમામ હકીકત કહેતા બાળકના પિતાએ બંને વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ તરફ હવે વાવ પોલીસ સમગ્ર મામલે એક શખ્સની અટકાયત કરી વાયરલ વિડીયો આધારે વધુ તપાસ હાથ ધરી છે.