કવાયત@પાટણ: બાકી વેરા મિલકત ધારકો માટે સારા સમાચાર, પાલિકાની વળતર યોજનાથી થશે આ ફાયદો

અટલ સમાચાર, પાટણ
પાટણ નગરપાલિકા દ્વારા હવે બાકી વેરા મિલકત ધારકો માટે એક મોટી કવાયત શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ પાટણ પાલિકા દ્વારા બાકી વેરા મિલકત ધારકો માટે વળતર યોજના અમલી બનાવાઈ છે. જે મુજબ હવે બાકી વેરાની રકમ ભરપાઈ કરનાર મિલકત ધારકોને નોટિસ ફી, વોરંટ ફી, પેનલ્ટી અને વ્યાજની રકમ 100% માફ કરવામાં આવશે.
ઉત્તર ગુજરાતની પાટણ નગરપાલિકા દ્વારા એક નવી કવાયત શરૂ કરવામાં આવી છે. માહિતી મુજબ રાજય સરકારે અગાઉ આદેશ કર્યો હતો કે, બાકી વેરાની રકમ ભરપાઈ કરનાર મિલકત ધારકોને નોટિસ ફી, વોરંટ ફી, પેનલ્ટી અને વ્યાજની રકમ 100% માફ કરવા. જે અંતર્ગત હવે પાટણ નગરપાલિકા દ્વારા બાકી વેરા મિલકત ધારકો માટે આ વળતર યોજના અમલી બનાવાઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા હાલમાં વેરા વસુલાતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ બધાની વાછે સરકાર દ્વારા આગામી તારીખ 31 માર્ચ સુધી જે પણ બાકી વેરા મિલકત ધારકો પોતાના બાકી વેરા ભરપાઈ કરવા ઈચ્છતા હોય તેવા મિલકત ધારકોને નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટી ફી પર 100% રકમ માફ કરવા અંગેની દરેક નગરપાલિકાને સૂચનાઓ આપવામાં આવી છે.

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ પટેલે જણાવ્યું હતું કે, સરકારની આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા પાટણના બાકી વેરા મિલકત ધારકો દ્વારા પોતાની બાકી વેરા મિલકત ની રકમ તાત્કાલિક ધોરણે નગરપાલિકામાં ભરપાઈ કરી જવા. નોંધનિય છે કે, પાટણ નગરપાલિકાની અત્યાર સુધીની પાછલી બાકી વેરાની મિલકત પેટે અંદાજિત રૂપિયા 16.36 કરોડ જેટલી રકમ છે. જે પૈકી ચાલુ વર્ષની વેરા પેટીની રકમ અંદાજિત રૂપિયા 4.64 કરોડ ની રકમ મળી કુલ અંદાજિત 21 કરોડની બાકી છે. જે તમામ વેરા ધારકો એ સત્વરે ભરપાઈ કરી સરકારની વળતર યોજનાનો લાભ લેવા પાલિકા દ્વારા અપીલ કરાઇ છે.