હડકંપ@બનાસકાંઠા: ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ- 23 ટ્રસ્ટીઓ સામે કરોડોની ઉચાપતની ફરિયાદ
Nov 25, 2023, 12:49 IST
અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ સહિત 23 ટ્રસ્ટીઓ સામે કરોડો રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ રયમલભાઈ ગોકળાભાઈ પટેલ સહિત 23 ટ્રસ્ટીઓ સામે સમાજ સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી કરોડો રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ સહિત 23 ટ્રસ્ટીઓએ મંડળ અંતર્ગત ચાલતી 20 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક મંડળોના વિકાસ માટે દાનઆ આવેલા 12.57 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનો આરોપ છે. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ સહિત 23 ટ્રસ્ટીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કરી કરોડો રૂપિયા ઘરભેગા કરતા આ તમામ સામે ધાનેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.