ઘટના@ધાનપુર: મનરેગાના કામોમાં બેફામ ઉઘરાણાંની ફરિયાદ, કામ સામે રકમનું ભાવપત્રક પોલીસને આપતાં હડકંપ

 
Dhanpur Dahod

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લામાં મનરેગાની સૌથી વધુ આવે છે તે ધાનપુર તાલુકામાં હમણાં એક ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં એક યુવક ધાનપુર તાલુકા પંચાયત જાય છે અને મનરેગાનુ કામ મંજૂર કરાવવા કહે છે. જ્યાં કોઈ કારણસર મનરેગા કર્મચારી રાજેશ અને યુવક વચ્ચે ઘર્ષણ થાય છે. આ પછી યુવકને અચાનક ધાનપુર પોલીસ અરજી આધારે લોકઅપ કરે છે. પોલીસ સ્ટેશનના લોકઅપથી નિકળતાં જ યુવકના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ દરમ્યાન યુવકે ધાનપુર તાલુકા પંચાયતના મનરેગા કર્મચારી રાજેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશને અરજી આપે છે. આ અરજીમાં બંને વચ્ચે ઘર્ષણની વાત કરતાં સૌથી વધુ ગંભીર વાત મનરેગાની ફાઈલ સામે ગેરકાયદેસર પૈસા લેવાતાં હોવાના ભાવ છે. આગ વગર ધુમાડો કેવી રીતે ઉભો થાય ? ઉઘરાણાં નથી તો વર્ષોથી આક્ષેપ કેમ લાગી રહ્યાં? જાણીએ સમગ્ર અહેવાલ આ સ્પેશિયલ રિપોર્ટમાં....

Dhanpura Dahod

દાહોદ જિલ્લાનો ધાનપુર તાલુકો મનરેગાના કારણે અત્યારે જબરજસ્ત ચર્ચામાં આવી ગયો છે. મનરેગા હેઠળ રોજગારી તો મળે છે પરંતુ ફાઇલ આપવા, પાસ કરાવવી, પાસ કરવી આ પ્રક્રિયામાં કંઇક એવું છે જે અત્યારે આગની જેમ ફેલાઇ ગયું છે. ગત 1 ઓગસ્ટે ખજૂરી ગામના સંદેશભાઇ મોહનિયા મનરેગાના કામ માટે ધાનપુર તાલુકા પંચાયત પહોંચ્યા હતા. આ દરમ્યાન ત્યાં ઉપસ્થિત મનરેગા કર્મચારી રાજેશ પટેલિયા સાથે બોલાચાલી અને ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો. આ પછી યુવક ત્યાંથી નિકળી અન્ય જગ્યાએ પહોંચી ગયા અને આ બાજુ તાલુકા પંચાયતના કોઈએ યુવક વિરુદ્ધ ધાનપુર પોલીસ સ્ટેશને અરજી આપી દીધી. અરજી આધારે ધાનપુર પોલીસે તાત્કાલિક અસરથી યુવકને પકડી લોકઅપ કરી કેટલાક કલાકો પછી છોડી મૂક્યા. આ પછી યુવકે પણ પોતાને માર માર્યો અને મનરેગા હેઠળ ગેરકાયદેસર રકમ લેવાતી હોવાનું ભાવપત્રક પોલીસને આપી દીધું‌. હવે સવાલો અહીથી ઉભા થાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવકે ધાનપુર પોલીસને રાજેશ પટેલિયા વિરુદ્ધ આપેલી અરજીમાં મનરેગાના કામ મુજબ પૈસા લેવાતાં હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતી ફરિયાદ અરજી આપી છે. જેમાં નાના કામની સામાન્ય રકમ અને ચેકડેમ જેવા કામના 40હજાર લેવાતાં હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. તો પ્રશ્ન એ થાય છે કે, ધાનપુર પોલીસ માર માર્યાની તપાસ કરશે કે ગેરકાયદેસર ઉઘરાણાંની તપાસ કરશે ? ભલે સામસામે અરજી આપી પરંતુ ગેરકાયદેસર ઉઘરાણાંની વાત કેમ વારંવાર ઉભી થાય એ સૌથી મોટો સવાલ છે. ખાનગી જગ્યામાં મનરેગાના કર્મચારી કામની ફાઇલ સામે બેફામ રકમ ઉઘરાવતા હોવાનો વિડિયો વાયરલ થતાં ધારાસભ્ય અને મંત્રી બચુ ખાબડના વિસ્તારમાં પારદર્શક વહીવટ સામે પણ સવાલો બન્યા છે.

જો ગેરકાયદેસર રકમ ના લેવાય તો મનરેગાવાળાને બીજી નોકરી શોધવી પડે

ધાનપુર તાલુકામાં ઘર્ષણની આ ઘટનાથી સૌથી મોટી અને ચોંકાવનારી વાત પણ થઈ રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું કે, જો મનરેગા હેઠળ ગેરકાયદેસર રકમ ના લેવાય અથવા તમામ કામો સંપૂર્ણ પારદર્શક રીતે થાય તો મનરેગા વાળાને તાત્કાલિક બીજી નોકરી શોધવા જવું પડે. કેમ કે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ હાલની મોંઘવારી મુજબ પરવડે નહીં તેવા પગાર હોવાથી મનરેગા વાળાને ફાઇલો ઉપર કામ કરવાની મજા પડે છે એટલે બીજી નોકરી કરતાં મનરેગા ઉત્તમ બન્યું છે.