ACB@પંચમહાલ: આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવા રૂ.100ની લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો

 
ACB

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં લાંચિયા અધિકારી-કર્મચારીઓ સામે ACBએ લાલ આંખ કરી છે. આ દરમિયાન પંચમહાલ જિલ્લામાં ફરી એકવાર સફળ ACB ટ્રેપની ઘટના સામે આવી છે. વિગતો મુજબ જાંબુઘોડા મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરી કરતાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર 100ની લાંચ લેતા ઝડપાયો છે. 

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરી કરતાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર અંકિત મહેન્દ્રસિંહ બારીયા લાંચ લેતા ઝડપાયો છે. વિગતો મુજબ અંકિત મહેન્દ્રસિંહ બારીયા આધાર કાર્ડમાં સુધારો વધારો કરવાના અવેજ પેટે રૂ.50થી રૂ.200ની લાંચ માંગતો હોવાની બાતમી ગોધરા ACBના PI આર.બી.પ્રજાપતિને મળી હતી. 

આ દરમિયાન ગોધરા ACBની ટીમે વોચ રાખી છટકું ગોઠવ્યુ હતું. આ બધાની વચ્ચે આરોપી અંકિત બારીયાએ જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડમાં સુધારો કરી આપવાના અવેજ પેટે વાતચીત કરી રૂ.100ની લાંચની માંગણી કરી હતી. જેથી ACBએ રૂ. 100 રૂપિયા સ્વીકારતા લાંચિયા ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે