રાજનીતિ@ગુજરાત: લોકસભા પહેલા ઉત્તર ગુ.થી રાજીનામાંની શરૂઆત, કોંગ્રેસ MLA સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું
Jan 19, 2024, 11:51 IST

અટલ સમાચાર, ડેસ્ક
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિજાપુરના MLA સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. આજે સવારે 10:10 વાગ્યે સી.જે.ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી સી.જે.ચાવડા કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલતી હતી. સી.જે.ચાવડાએ રાજીનામું આપતા હવે તમામ અટકળોનો અંત આવ્યો છે. સી.જે.ચાવડાએ રાજીનામું આપતાની સાથે જ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટીને 15 થઇ ગયું છે.
હાલ સૂત્રો મુજબથી મળતી માહિતી મુજબ સી.જે.ચાવડા વિજાપુર વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. ભાજપ હાઇકમાન્ડ સાથે બેઠક થયા બાદ સી.જે.ચાવડાએ કોંગ્રેસને રામરામ કર્યા છે. આ સાથે આવનારા સમયમાં AAP અને કોંગ્રેસમાંથી વધુ કેટલાક ધારાસભ્યો રાજીનામું આપે તેવી પણ શક્યતા જોવાઇ રહી છે.