બ્રેકિંગ@ગુજરાત: કોંગ્રેસના આ ધારાસભ્યને મારામારી કેસમાં છ માસની સજા, જાણો એક જ ક્લિકે

 
Vimal Chudasama

અટલ સમાચાર, ડેસ્ક

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે છ માસની સજા ફટકારી છે. વર્ષ 2010માં ચોરવાડ ગામ પાસે હોલીડે કેમ્પમાં મારામારી થઇ હતી આ કેસમાં મીત રોહન વૈદ્યને માર મારવામાં આવ્યો હતો. રોહન વૈદ્યે ચોરવાડ ખાતે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની સુનાવણી જુનાગઢનાં માળીયાહાટીના કોર્ટમાં આજે હાથ ધરાઇ હતી. જેમા કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ વિમલ ચુડાસમા તેમજ તેની સાથે અન્ય ચાર લોકોને છ મહિનાની સજા ફટકારી છે.

કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને 2010ના મારામારીના કેસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યાં છે. 2010માં માળિયા તાલુકામાં મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં વિમલ ચુડાસમાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. જેમને કોર્ટે દોષિત જાહેર કરયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 2010માં હોલીડે કેમ્પ ખાતે કોઈ મામલાને લઈને મીત વૈધ અને હરીશ ચુડાસમાં પર હુમલો કરાયો હતો. આ કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેની આજે કોર્ટે સુનાવણી હાથ ધરતાં વિમલ ચુડાસમાને દોષિત જાહેર કરીને સજા ફટકારવવામાં આવી છે.