દોડધામ@હિંમતનગર: જેલમાં ત્રાટકી એસીબી, આરોપીને મળવા દેવા સિપાઇએ માંગી લાંચ, આખરે પકડાઇ ગયા

 
ACB gujarat

અટલ સમાચાર, હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં સફળ ACBની ઘટના સામે આવી છે. વિગતો મુજબ હિંમતનગર જિલ્લા જેલમાં એક વ્યક્તિને મળવા માટે જેલ સિપાઇ એ ફરિયાદી પાસે લાંચની માંગ કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઈ તેમને એસીબી નો સંપર્ક કર્યો હતો. જે બાદમાં ACB એ ચતજુ ગોઠવી જેલ સિપાઈ ને 500ની લાંચ લેતા ઝડપી પાડયો હતો. 

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હિંમતનગરની જિલ્લા જેલમાં ફરિયાદીના મિત્ર બંધ છે. જોકે ફરિયાદી તેમને મળવા જતા ફરજ પરના જેલ સિપાઈ ઈશ્વરભાઈ પ્રભાભાઈ પટેલે કહેલ કે તેમની પત્ની ગઈકાલે મળી ગયેલ છે. જે બાદમાં ફરિયાદીને મુલાકાત કરાવવા માટે જેલ સિપાઈ ઈશ્વરભાઈ પ્રભાભાઈ પટેલે 500 ની લાંચ માંગ હતી. જોકે ફરિયાદી લાંચ આપવાના ન હોઈ તેમણે ACB નો સંપર્ક કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદીની ફરિયાદ આધારે ગાંધીનગર ACB એકમના મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવિઝન હેઠળ સાબરકાંઠા ACB પોલીસ સ્ટેશન ના PI બી.કે.ગમાર સહિત ની ટીમે ચતકુ ગોઠવ્યું હતું. જ્યાં હિંમતનગર જિલ્લા જેલ ખાતે આક્ષેપિત ઈશ્વરભાઈ પટેલ લાંચના છટકા દરમિયાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. જે બાદમાં લાંચની રકમ રૂ.500 ની માગણી કરી અને સ્વીકારતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. જે બાદમાં ACB એ આરોપીને ડીટેઈન કરી આગળની કાર્યવાહી કરી છે.