રિપોર્ટ@ગુજરાત: GPSC વર્ગ-1/2ની ભરતી પ્રક્રિયામાં વિવાદ ? આ પરીક્ષાની નવી ફાઈનલ આન્સર-કી બહાર પડાશે

 
Gpsc

અટલ સમાચાર, ડેસ્ક

GPSC વર્ગ-1 અને 2ની પ્રિલીમ પરીક્ષાને લઈ વિવાદ સર્જાયો છે. વર્ગ-1 અને 2ની પ્રિલીમ પરીક્ષાની ફાઇનલ આન્સર-કીમાં કેટલાક સવાલોના જવાબોમાં વિસંગતતા હોવાની રજૂઆતો કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. હવે GPSCએ કોર્ટમાં આ વાત સ્વીકારી છે. 

GPSC દ્વારા આ મામલે વર્ગ-1 અને 2ની પ્રિલીમ પરીક્ષાની ફાઇનલ આન્સર-કી સુધારીને બહાર પાડવામાં આવશે. નવી ફાઈનલ આન્સર-કીના આધાર પર હાલ મેરીટમાં જે ઉમેદવારો છે તે તો રહેશે જ. નવા મેરીટમાં જે નવા ઉમેદવારોનો સમાવેશ થાય તેમને પણ ઉમેરવામાં આવશે અને આ તમામ ઉમેદવારોને મેઈન પરીક્ષા આપવા દેવામાં આવશે. કોર્ટે આ મુદ્દે થયેલી વિવિધ અરજીઓનો નિકાલ કર્યો છે.