કોરોના@ગુજરાતઃ એક દિવસમાં 573 કેસ નોંધાયા, અને બે લોકોના મોત નિપજ્યા, સાજા થવાનો દર 98.50 ટકા નોંધાયો
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


31 ડિસેમ્બર આવી ગઈ છે ત્યારે લોકો ઉજવણીના મૂડમાં છે જોકે, ગુજરાતમાં કોરોનાએ ફરી માંથુ ઉચક્યું છે. અને જાણે કોરોનાનો વિસ્ફોટ (covid-19 blast) થયો હોય એમ સતત બીજા દિવસ પણ કોરોના વાયરસના 500 ઉપર કેસ થતાં આજે ગુરુવારે 573 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે બે લોકોના મોત નીપજ્યા હતા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસ અંગે વાત કરીએ તો ગુજરાતભરમાં નવા કુલ 573 કેસ નોંધાયા છે. જ્યારે 102 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 2 લોકો કોરોના સામે હારી ગયા છે. આમ કોરોનામાંથી સાજા થવાનો દર 98.50 ટકા નોંધાયો હતો.

ગુજરાતમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં 2371 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 11 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 2360 દર્દીઓ સ્ટેબલ છે. 818589 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અને 10118 દર્દીઓ મોતને ભેટ્યાં છે.ગુજરાતના વિવિધ જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશમાં 268 કેસ, સુરત કોર્પોરેશનમાં 74 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 41, રાજકોટમાં 18 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, કચ્છમાં 16 કેસ, વલસાડમાં 15 કેસ, આણંદમાં 14 કેસ, ભાવનગરમાં કોર્પોરેશનમાં 10 અને રાજકોટ કોર્પોરેશનમાં 10 કેસ નોંધાયા હતા.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


આ ઉપરાંત અમદાવાદમાં 9 કેસ, મહિસાગરમાં 9 કેસ, વડોદરામાં 9 કેસ, ભરૂચમાં 8 કેસ, ખેડામાં 8 કેસ, નવસારીમાં 8 કેસ, જામનગર કોર્પોરેશનમાં 7 કેસ, અમરેલીમાં 5 કેસ, મહેસાણામાં 5 કેસ, પંચમહાલમાં 4 કેસ, સુરતમાં 4 કેસ, ગાંધીનગરમાં 3 કેસ, મોરબીમાં 3 કેસ, જુનગાઢમાં 2, સાબરકાંઠામાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, ગીર સોમનાથ 1, જુનાગઢ કોર્પોરેશનમાં1, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો હતો.