કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 968 કેસ નોંધાયા, 141 દર્દીઓ સાજા થયા, 1નું મોત

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 4753  કેસ છે. જે પૈકી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 4747 નાગરિકો સ્ટેબલ છે. 8,18,896 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10120 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે વલસાડમાં   1 મોત થ
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે.  બીજી તરફ 141  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.22 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે. આજે 1,01,471  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 396, સુરત કોર્પોરેશનમાં 209,  વડોદરા   કોર્પોરેશનમાં 64 , રાજકોટ કોર્પોરેશનમાં 40,    ખેડામાં 36,  આણંદ 29,  વલસાડ 27, નવસારી 21, રાજકોટ 20, કચ્છ 17,  ગાંધીનગર કોર્પોરેશનમાં 14, સુરત 14, ભરુચ 9, ભાવનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, વડોદરા 5, અમરેલી 4, જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશન 4, મહીસાગર 4, દેવભૂમિ દ્વારકા 3, મહેસાણા 3, મોરબી 3, તાપી 3, બનાસકાંઠા 2, જામનગર 2, જામનગર કોર્પોરેશનમાં 2, પંચમહાલમાં 2, સાબરકાંઠા 2 અને ભાવનગરમાં એક નવો કેસ નોંધાયો છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 4753  કેસ છે. જે પૈકી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 4747 નાગરિકો સ્ટેબલ છે. 8,18,896 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10120 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે વલસાડમાં   1 મોત થયું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 1 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 179 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 2411 લોકોને પ્રથમ અને 20875 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9430 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 68575 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,01,471 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,96,88,888 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.  અરવલ્લી,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  નર્મદા,   પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.