ગંભીર@દાહોદ: બદલીનો હુકમ છતાં કર્મચારીની હાજરી વચ્ચે લેટરકાંડ, આયોજનના કર્મી મામલે બે ગૃપ વચ્ચે ખેંચતાણનો રીપોર્ટ

 
Dahod

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લામાં નકલી કચેરી બાદ સૌથી વધુ ગ્રાન્ટવાળી આયોજન કચેરીના કર્મચારી બાબતનો એક મામલો બરોબરનો ચર્ચાસ્પદ બન્યો છે. આ ચર્ચાસ્પદ બન્યો કે બનાવવામાં આવ્યો તે વિષય પણ ખૂબ રોચક થતો જાય છે. જિલ્લા આયોજન કચેરીના સંશોધન અધિકારીની તાજેતરમાં બદલી હુકમ પહેલાં શરૂ થયેલી લેટરકહાની આજે નવા મોડ ઉપર આવી ગઈ છે. અગાઉ કર્મચારીની બદલી મામલે થતાં ગાંધીનગર સુધીની દોડધામ બાદ વિભાગે કરેલી નિયમોનુસાર બદલી પછી જિલ્લામાં એક જ પાર્ટીના નેતાઓ વચ્ચે વિરોધાભાસી પરિસ્થિતિ કોઈ ઈસમે સર્જી દીધી હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં રાજકીય બનેલો મામલો હવે વહીવટી મોડમાં પહોંચી ગયો છે. બદલીના હુકમ છતાં છૂટાં નહિ થતાં સંશોધન અધિકારીનો છૂટાં કરવા ગાંધીનગરથી દાહોદમાં રિમાઇન્ડર આવી રહ્યા છે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લા આયોજન કચેરીમાં સંશોધન અધિકારી તરીકે કલ્પેશ ચોટલીયાની બદલી થઇ ગઈ છે. આ કલ્પેશ ચોટલીયા સાથે વિભાગે અનેક કર્મચારીઓની બદલી કરી અને મોટાભાગના કર્મચારીઓ બદલીવાળી જગ્યાએ પહોંચી ગયા પરંતુ કલ્પેશ ચોટલીયા દાહોદ ખાતે યથાવત રહેતાં મામલો વધારે ચર્ચાસ્પદ બન્યો છે. હકીકતમાં આ સંશોધન અધિકારી કલ્પેશ ચોટલીયાની બદલી પહેલાં શરૂ થયેલી રાજકીય ગતિવિધિઓ ઘણું કહી જાય છે. કેટલાક સમય અગાઉ દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલાનો કથિત લેટર ગાંધીનગર ગયો હતો. જેમાં આ કલ્પેશ ચોટલીયાની બદલી માટેનાં શબ્દો હતા પરંતુ હવે જ્યારે બદલી નિયમોનુસાર થઈ ત્યારે અચાનક કોઈએ મિડિયામાં આ લેટર કાંડ સર્જી મામલો ઈરાદાપૂર્વક ખેંચતાણ કરવા ચાલ રમી છે. શીતલબેન વાઘેલાએ આ કથિત લેટર ખોટો બતાવવા દાવો કરી નવો લેટર જાહેર કર્યો તો સામે ગરબાડા ધારાસભ્યે કલ્પેશ ચોટલીયાની બદલી કરવા કમર કસી લીધી. આવી સ્થિતિમાં પૂર્વ પ્રમુખના કલ્પેશ ચોટલીયા સાથેના નરમ વલણ સામે ધારાસભ્ય મહેન્દ્રભાઇનો લેટર કડક વલણ બતાવી રહ્યો છે. જાણીએ કેમ અને કેવી રીતે વહીવટી બદલીને લેટરકાંડ સર્જી રાજકીય રંગ આપ્યો એ પણ સમજીએ.

Dahod

સૂત્રોએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં આવતાં અધિકારીઓ શરૂઆતમાં વતનથી દૂરની લાગણી અનુભવે છે પરંતુ વિકાસના કામો માટે આવતી કરોડોની ગ્રાન્ટ થકી જિલ્લામાં વિકાસ કરવા અધિકારીઓને દાહોદનો મોહ કદાચ છુટતો નથી. આ તમામ સંજોગોમાં અને શક્યતાઓ વચ્ચે શરૂઆતમાં કલ્પેશ ચોટલીયાની બદલી કરાવવા સામે રોકવા મામલો રાજકીય બન્યો પરંતુ જ્યારે વિભાગે નિયમોનુસાર બદલી કરી ત્યારે કોઈ ગૃપે રાજકીય લેટરકાંડનો આધાર લઈને બદલી રોકવા નવો રસ્તો શોધી લીધો હોવાની બૂમરાણ મચી છે.

નિયામકે કહ્યું, જિલ્લા તંત્રને જાણ કરી છે, રિમાઇન્ડર પણ આપીશુ

આ બાબતે ગાંધીનગર સ્થિત નિયામક કચેરીના પંડ્યાએ જણાવ્યું હતું કે, બદલી થઈ હોવાથી બદલી વાળી જગ્યાએ જવું પડે, છૂટા કરવામાં વિલંબ મામલે જિલ્લા તંત્રને જાણ કરી છે અને રિમાઇન્ડર પણ આપવામાં આવશે. આ બાબતે વધુ એક અધિકારી ચાંપાનેરીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા આયોજન અધિકારીને વાત કરી ફોલોઅપ લ હઇ રહ્યા છીએ.